એક સ્ટીલના તારને વજન આપીને ખેચવામાં આવે છે.તેનો યંગ મોડ્યુલસ $Y$ છે.જો $Y$ માં ઘટાડો કરવામાં આવે તો ...
તારની ત્રિજ્યા ઘટે
તારની ત્રિજ્યા વધે
તારની લંબાઈ વધે
ઉપર પૈકી એકપણ નહી
$15.2\, mm \times 19.1\, mm$ લંબચોરસ આડછેદન ક્ષેત્રફળ ધરાવતાં તાંબાના એક ટુકડાને $44.500\, N$ બળના તણાવ વડે ખેંચવામાં આવે છે જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે, તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો.
$l$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા સળિયાને $0°C$ થી $100°C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકેલો છે કે જેથી તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી તો તેના પર ઊદભવતું બળ કોના સમપ્રમાણમાં હોય ?
$3.2\,m$ લંબાઈના એક સ્ટીલ ના તાર $\left( Y _{ s }=2.0 \times 10^{11}\,Nm ^{-2}\right)$ અને $4.4\,m$ લંબાઈના એક કોપર તાર $\left( Y _{ c }=1.1 \times 10^{11} Nm ^{-2}\right)$, બંને $1.4\,mm$ ત્રિજ્યા ધરાવતા તારને છેડેથી છેડ જોડવામાં આવેલા છે. જ્યારે તેમને ભાર વડે ખેંચવામાં આવે છે, તો પરિણામી ખેંચાણ $1.4\,mm$ માલૂમ પડે છે. આપેલ ભારનું ન્યૂટનમાં મૂલ્ય. $............$ હશે.($\pi=\frac{22}{7}$ છે)
બે સમાન દ્રવ્યના તાર $A$ અને $B$ જેની ત્રિજ્યા અને લંબાઇનો ગુણોત્તર અનુક્રમે $2:1$ અને $4:1$ છે બંનેની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે લગાવવા પડતાં લંબબળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ $ ?$
$20 \times {10^8}N/{m^2}$ નું પ્રતિબળ લગાવતા સંપૂર્ણ સ્થિતિસ્થાપક તારની લંબાઈ બમણી થઈજતી હોય તો યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હશે?